About Waterseal Waterproofing Gujarati

History of waterseal waterproofing

Waterseal છેલ્લા 27 થી વધુ વર્ષોથી ગુજરાત ભરમાં વોટરપ્રૂફિંગની સર્વિસ પુરી પડે છે. વોટરશીલ વોટરપ્રૂફિંગના ક્ષેત્રમાં એક જાણીતી ભારતીય કંપની છે. ઈ.સ.1995 માં શ્રી સાયમન બેન્જામિન દ્વારા અમદાવાદમાં તેની સ્થાપના કરવામાં આવી. વધુ ને વધુ સારી પ્રોડક્ટસ અને  પર્યાવરણ ને અનુકૂળ હોય તેવા કેમિકલ્સ નો ઉપયોગ કરીને ઉચ્ચ ક્વોલિટી નું કામ આપવામાં સતત પ્રયત્નશીલ રહે છે.

 WATERSEAL વોટરપ્રૂફિંગનો પ્રારંભ કઈ રીતે થયો તેની ટૂંકી વાત

શ્રી સાયમન બેન્જામિન (Waterseal વોટરપ્રૂફિંગના સ્થાપક) ઘણા વર્ષોથી વિવિધ ક્ષેત્રો જેવા કે એક્રેલિક મોલ્ડિંગ, ફાઇબર મૂર્તિઓ, શિલ્પ, ફાઉન્ટેન્સ, લેમિનેટિંગ આર્ટ્સ વગેરે શીખવાડવા સાથે જોડાયેલા હતા.વિવિધ કેમિકલ્સ આ લાઈન માં વપરાતા હોવાથી અનેક દેશી વિદેશી કેમિકલ્સ નો ઉપયોગ કર્યો.શિલ્પકળામાં માટી તથા અન્ય પાવડરો નો ઉપયોગ થતો પરંતુ ભીના હાથે અડકવાથી કે પાણી પડવાથી શિલ્પકૃતિ લાંબા સમય સુંધી ઉપયોગ માં લેવાતી નહોતી.વિદેશી કેમિકલ ઘણા મોંઘા હોવાથી પોષાતા નહોતા. આવા સમયે કોઈપણ વસ્તુને વોટપ્રુફ કેવી રીતે કરી શકાય તે હેતુથી અનેક રાસાયણિક પ્રયોગ કર્યાં. પાણીથી થતા નુકસાનને રોકવા માટેનું વ્યક્તિગત સંશોધન ઘણા પ્રયાસો બાદ સફળ થયું. વિવિધ કેમીકલો ચોક્કસ પ્રમાણમાં મિક્ષ કર્યાબાદ એક નવું જ વોટરપ્રૂફિંગ મટીરીઅલ ઉપલબ્ધ થયું.

એક દિવસ પોતાના જ ફ્લેટ ની ઓવરહેડ ટાંકી લીકેજ થતા તેમને આ કેમિકલ્સને મોટા પ્રમાણમાં વાપરવનો મોકો મળ્યો. પોતે તૈયાર કરેલ કેમિકલથી જાતે ટાંકીની અંદર બે થી ત્રણ કોટિંગ કર્યા અને એક દિવસ ટાંકીને સુકાવા દીધી.પછી પાણી ભરીને જોયું તો પ્રથમ પ્રયત્ને જ 24 કલાક પાણીથી ભરેલી રહેતી ટાંકી 100% વોટરપ્રૂફ થઇ ગઈ હતી.આ સફળતા તેમના બનાવેલા કેમિકલની કમાલ હતી. ત્યારબાદ તેઓએ સગાસબંધીઓ ના ધાબા-ટાંકી અને દીવાલોના વોટરપ્રૂફિંગ કરી આપવાનું શરુ કર્યું.બે વર્ષ બાદ ઘણી અજાણી જગ્યાઓ થી પણ વોટરપ્રૂફિંગ માટે પૂછપરછ આવવ લાગી એટલે, વિચાર્યું કે આ ધંધાને કાયમી વ્યવસાયિક ધોરણે બજારમાં મુકવાનો સમય પાકી ગયો છે. આમ 1995 માં વોટરશીલ સર્વિસીસ ની શરૂઆત થઇ.

Our Vision

છેલ્લા 27 વર્ષમાં અમે ગુજરાતમાં 3500 થી પણ વધુ સફળ પ્રોજેક્ટ્સ પુરા કર્યા છે. બધા જ ગ્રાહકોના કામમાં કાળજી લઈ સારામાં સારું કામ કરી આપવું એ અમારું કર્તવ્ય છે.દરેક કામ અમારું પોતાનું છે તેમ સમજીને બધાં જ કામ અમે પુરી નિષ્ઠા થી કરીએ છીએ. જેથી અમારા દરેક ગ્રાહકને અમે ક્વોલિટી વર્ક આપી શક્યા છીએ. અમારા ગ્રાહકો એ પણ અમારી કદર કરી અમને નવા કામો અપાવીને તથા Google,YouTube,તથા અમારી વેબસાઈટ www.waterseal.in ઉપર પોતાના Reviews મૂકીને ઘણો સહકાર આપ્યો છે. જેના અમે ઋણી છીએ.

Our Mission

અમારુ મિશન છે કે, ગુજરાતના દરેક શહેરો માં નવી બંધાતી દરેક ઇમારતોમાં સાવચેતી રૂપે શરૂઆત થી જ વોટરપ્રૂફિંગ કામ કરાવવા માટે જાગૃત થાય. જેથી ભવિષ્યમાં ઇમારત પાણીના લીકેજ થી સુરક્ષિત રહે.અને જુના મકાનોમાં અન્ય મોંટા ખર્ચ જેવાકે પ્લાસ્ટર,ચાઇના મોઝેક, RCC કરાવ્યા કરતા સરળ અને ઝડપી,અને તદ્દન ઓછું વજન ધરાવતું આધુનિક સિલિકોન વોટરપ્રૂફિંગ કરાવવાનો આગ્રહ રાખે.અમારો ધ્યેય ગ્રાહકોને વધુ સારી અને પોસાય તેવી સેવા પૂરી પાડવાનો છે. સર્જનાત્મકતાના પ્રયત્નોમાં સુધારો કરવા અને વધારવા માટે અમે તમારા નવા વિચારોને અને માર્ગદર્શન ઉપર પણ એટલું જ દયાન રાખીએ છીએ. અમે 100% વોટરપ્રુફિંગ અને સંતોષ માટે સારી ગુણવત્તાના સોલ્યુશન્સનો જ ઉપયોગ કરીએ છીએ. વોટરશીલ Residential & Industrial એમ બંને વોટરપ્રૂફિંગમાં અગ્રણી કંપની છે.

guaranteed for 3 to 5 years. 

THREE To FIVE YEARS GUARANTEE :

This terrace waterproofing system is guaranteed for 3 to 5 years.During the guarantee period in case of any complaint same will be rectified free of cost.