Kitchen Waterproofing

Wall Waterproofing Services Contractors for Roof,Terrace, Bathroom,Basement,Wall,Water Tank Waterproofing Solutions at Ahmedabad :

Bathroom- Kitchen Waterproofing

બાંધકામ વખતે  જ બાથરૂમ અને કિચન માં વોટરપ્રૂફિંગ કરાવવું જોઈએ.(Bathroom-Kitchen Waterproofing)

બાથરૂમ અને રસોડું એવી જગ્યાઓ છે જો બાંધકામ વખતે પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું ના હોય તો, ભવિષ્યમાં ઘરની દીવાલોમાં ભેજ આવવાનું શરુ થાય છે. અગાઉ જણાવ્યું તે મુજબ તે ઘણું નુકશાન કારક છે. જો નવા બાંધકામ વખતે પ્લમ્બિંગ થયા બાદ થોડો એક્સટ્રા ખર્ચ કરી ને વોટરપ્રૂફિંગ કરાવી લીધું હોય અને ત્યારબાદ ટાઇલ્સ ફિટિંગ કરાવ્યું તો ઘણો ફાયદો રહે છે.અને એક બે વર્ષ પછીના મોટા ખર્ચથીઅને મુશ્કેલીઓ થી બચી શકાય છે. સરળતા થી સમજવા માટે નીચે  આપેલ વિડિઓ જુઓ.↓

Long Life Bathroom Waterproofing for New Construction & Renovation

 “Waterseal” દ્વારા વોટરપ્રૂફિંગ કરવાની સચોટ પદ્ધતિ

સૌ પ્રથમ તળિયા ને  વાળી ને સાફ કરી કચરો દૂર કરવામાં આવે છે. સિલિકોન 1 ભાગ + 1 ભાગ પાણી મિક્ષ કરીને પ્રથમ કોટીંગ કરવાથી RCC  પ્લાસ્ટર માં રહેલા નાના મોટા છીદ્રો માં કેમિકલ ઉતરીને તળિયું વોટરપ્રૂફ થાય છે.ત્યારબાદ બાકીના ત્રણ કોટિંગ કરવા માટે સિલીકોન  1 ભાગ +1 ભાગ પાણી+2 ભાગ  વાઈટ સિમેન્ટ મિક્સ કરી ને બ્રશ વડે કોટિંગ કરવામાં આવે છે.જેનાથી તળિયા ને મજબૂતાઈ મળે છે.અને બાથરૂમ કે રસોડાના ટાઇલ્સ માં થી ક્યારેય પાણી લીક થતું નથી. સરળતા થી સમજવા માટે નીચે  આપેલ વિડિઓ જુઓ.
 

Bathroom Waterproofing and Renovation with New Plumbing and New Tiling

Waterproofing Methods For Old Bathrooms:

“waterseal” જુના બાથરૂમને વોટરપ્રૂફિંગ કરવાની અલગ અલગ  રીતો જણાવે છે.જો બાથરૂમ માં  ગટરલાઈન નો ફોલ્ટ હોય તો  અમે નીચે દર્શાવેલ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ.

બાથરૂમ નું તળિયું ખોલીને ગટર લાઇનનું કામ કરી નવું ફલોરીંગ કરવાની મેથડ:

  • સૌ પ્રથમ બાથરૂમના કમોડ અને બાથટબ ને સાચવીને ખોલવામાં આવે છે.જો તૂટી જાય તો નવું નાખવામાં આવે છે.
  • ત્યારબાદ તળિયાના બધા ટાઇલ્સ તોડીને ગટર લાઇનનું નિરીક્ષણ કરી પ્લમ્બિંગ કામ કરવામાં આવે છે.
  • આખા તળિયામાં એકવાર કેમિકલ કોટિંગ કર્યા પછી કેમિકલ મિલાવેલ સિમેન્ટ -રેતી નું પ્લાસ્ટર કરવામાં આવે છે.
  • નવા ટાઇલ્સ ફિટિંગ કરીને તેના જોઈંટ્સ ને કેમિકલ+વાઈટ સિમેન્ટ થી સીલ કરવામાં આવે છે.
  • આ કામ પૂરું કરવામાં આશરે બે દિવસનો સમય લાગે છે. 24 કલાક બાદ આપ બાથરૂમ નો ઉપયોગ કરી શકો છો.
  • Visit bathroom- Kitchen  waterproofing Page