Job application

સાઈટ સુપરવાઇઝર

વોટરપ્રૂફિંગ કારીગર

સાઈટ સુપરવાઇઝર જોઈએ છે.

Job as a Supervisor

વોટરપૃફિંગનું  કામ કરતા  લેબર  ઉપર ધ્યાન રાખવા માટેની Job

પગાર 15,000/-*  લાયકાત : ધોરણ 10 પાસ કે તેથી વધુ.

કામની વિગત  : four wheeler car માં માલસામાન અને કારીગરો ને ખોખરા ઓફિસ થી અમદાવાદમાં જે કોઈ જગ્યા એ કામ ચાલતું હોય ત્યાં લઇ જઈને તેમના કામ પર સુપરવીઝન કરવાનું છે.

Wattsapp નંબર 9825585997  પર તમારું નામ-સરનામું,અને ફોરવહીલ નું લાયસન્સ  મોકલ્યા બાદ  ફોન કરી રૂબરૂ મળો : 

પગાર:  શુરુઆત ના 1 મહિના 12000/- અને 4 રજા

1 મહિના પછી પગાર 15000/ અને 4 રજા

JOB ની વિગત:

1. four wheeler car માં માલસામાન અને કારીગરો ને ખોખરા ઓફિસ થી અમદાવાદમાં જે કોઈ જગ્યા એ સાઈટ ચાલતી હોય ત્યાં ટાઇમસર પહોંચીને તેમના કામ પર સુપરવીઝન કરવાનું છે.

2. કામ દરમ્યાન કારીગરો ની સેફ્ટી, સફાઈ  માટે આપેલ સૂચનાઓનું પાલન કરાવાનું  રહેશે.

3. સાધનો અને મશીનરી ની સાફ સફાઈ  અને ગણતરી રાખવી.

4. સાઈટ પર પહોંચ્યા પછી સૌપ્રથમ  CCTV  કેમેરા યોગ્ય સ્થાને મૂકી ને ચાલુ કરી દેવો.

5. ચાલુ કામ દરમ્યાન દર 10 થી 20 મિનિટ પછી કામનો પાંચ થી દશ મિનિટ નો વિડિઓ મોબાઈલ કે કેમેરાથી ઉતારવો. અને સાંજે ઓફિસે પર આવો ત્યારે બધા વિડિઓ ઓફિસ કોમ્પ્યુટર માં અપલોડ કરાવી દેવા.

6. નોકરી જોઈન્ટ કર્યાના  પાંચ દિવસ માં તમારું આધારકાર્ડ અને 2 પાસપોર્ટ સાઈઝ ના ફોટા આપવાના રહેશે જેથી તમારું આઈકાર્ડ બનાવી શકાય.પગાર ડાઇરેક્ટ તમારા બેંક ખાતામાં જમા થવાનો હોવાથી SBI  કે બેન્ક ઓફ બરોડા માં તમારા નામનું ખાતું ખોલાવી તેની વિગત આપવાની રહેશે.

Wattsapp નંબર 9825585997 પર તમારું નામ-સરનામું,અને ફોરવહીલ નું લાયસન્સ મોકલ્યા બાદ ફોન કરી રૂબરૂ મળો :

Thank you.

*ઓફીસ:* Waterseal Waterproofing,           

મેઘાશ્રેય ફ્લેટ ની સામે, બાલભવન પાસે, *ખોખરા*, મણિનગર (પૂર્વ) અમદાવાદ  

વોટરપ્રૂફિંગ કારીગર માટે ની જૉબ

પેહલા ત્રણ દિવસ Free ટ્રેનિંગ આપીશું. 1 કે 2 દિવસ માં તમને કામ કરવામાં મુશ્કેલી લાગે તો તમે કામ છોડી શકો છો. જો કામ ફાવી જાય અને અને કાયમ રેહવા માટે રાજી હોવ તો તમારી નોકરી પેહલા દિવસ થી જ  ગણવામાં આવશે.

નિયમો.

  1. પાંચ દિવસ પૂરા કામ કર્યું હોય અને પછી તમને લાગે કે કાલ થી નથી આવવું તો તમને દૈનિક ₹.400/- લેખે જેટલા દિવસ કામ કર્યું હોય તેનું વળતર આપીને છૂટા કરીશું.
  2. તમને કામ કાયમી કરવું હોય તો  પ્રથમ 1 મહિના માસિક પગાર  12,000/-  મળશે. અને તમારું કામ યોગ્ય લાગે તો, Rs.15,000/– ફીક્સ  પગાર અને મહિને ચાર રજા આપવામાં આવશે. તેનાથી વધારે રજા પડશો તો પગાર મુજબ રોજ કપાશે.
  3. ટાઇમસર સવાર ના 9.00 વાગ્યા પેહલા ઓફિસે ટિફિન લઈને આવવાનું રહેશે.વધુ મોડું થાય તો ટીમ ગાડી લઈને કામ પર નીકળી જશે અને તમારી રજા ગણવામાં આવશે
  4. શરૂઆત માં ઘરમાં પૈસાની જરૂર હોય તો મહિના માં 3 વાર રોકડ ઉપાડ આપવામાં આવશે. ત્યાર બાદ કુલ પગાર નો ચેક અથવા તમારા ખાતામાં દર 10 મી તારીખે જમાં થશે.
  5. તમારું આધારકાર્ડ અને 2 પાસપોર્ટ સાઈઝ ના ફોટા આપવાના રહેશે જેથી તમારું આઈકાર્ડ બનાવી શકાય.પગાર ડાઇરેક્ટ તમારા બેંક ખાતામાં જમા થવાનો હોવાથી SBI કે બેન્ક ઓફ બરોડા ની વિગત આપવાની રહેશે.
  6. કંપની તરફ થી કોટી, હેલ્મેટ,સેફ્ટી બુટ,જોખમ વળી જગ્યાએ સેફ્ટીબેલ્ટ વગેરે આપવામાં આવશે જે ફરજીયાત પેહરવાના રહેશે.
  7. સાધનો અને મશીનરી ની સાફ સફાઈ અને ગણતરી રાખવી દરેકની પોતાની જવાબદારી રહેશે.
  8. કોઈકના ઘરે,ઓફિસે ,ફેક્ટરીએ કે બંગલામાં વોટરપ્રૂફિંગ નું કામ કરવા જઈએ છે.તેમની મિલકત ને નુકશાન કે ત્યાં ગંદકી ના થાય તેની જવાબદારી આપણી છે એટલે ગમે ત્યાં થુકવું, ગંદા પગે ચાલવું કે કામ કરતા ડાઘા પાડવા નહિ અને ભૂલે ચૂકે આવું કંઇક થાય તો તાત્કાલિક સફાઈ કરવા ની જવાબદારી તમારી રહેશે.
  9. વ્યસની વ્યક્તિ જેવી કે દારૂ , ગાંજો વગેરે નો નશો કરીને જોબ પર આવેલ જણાશે તેને તાત્કાલિક ઘરે પાછો મોકલવામાં આવશે અને તે દિવસ નો પગાર ગણવામાં આવશે નહિ. સતત ત્રણ વખત આવું થશે તો કાયમ માટે છૂટા કરવામાં આવશે.
  10. બહારગામ નું કામ આવે ત્યારે 5 થી 7 દિવસ માટે બંને ટાઇમ જમવાનું અને રેહવાની સગવડ આપવામાં આવશે. જેની ઈચ્છા બહાર ગામ જવાની ન હોય તેની રજા ગણવામાં આવશે

Watch our Work Videos

Job Application Form

Waterseal Waterproofing Providing Waterproofing Services for More Than 27 Years.We are looking for a competitive and trustworthy new staff to help us build up our business activities.
Please enable JavaScript in your browser to complete this form.
Name
Which Job are you interested in?
Address
Four wheel license
Click or drag a file to this area to upload.
Click or drag a file to this area to upload.