Gujarati Website for Waterproofing Methods

Gujarati website

Welcome to our Gujarati website for watersel waterproofing service.

વોટરશીલ ની ગુજરાતી વેબસાઈટ  માં આપનું સ્વાગત છે.

વોટરપ્રુફીંગની  સર્વિસ  અમે ફક્ત ગુજરાત માં જ પૂરી પાળીએ  છીએ. એટલે અમે દરેક ગુજરાતી ને અમારી સર્વિસ વિષે વિસ્તાર થી સમજાવા  માટે આ ગુજરાતી વેબસાઈટ તૈયાર કારાવડાવી છે.

મકાન આપણે ઘરના લોકોના રક્ષણ માટે બનાવીએ છીએ .જેમાં ઘરના દરેક સભ્યો ઠંડી, ગરમી, વરસાદ અને કુદરતી આફતો થી સુરક્ષિત રહે. તેથી જયારે નવું મકાન બાંધવામાં આવે કે રિનોવેશન કરવામાં આવે ત્યારે તેની મજબૂતી ,રક્ષાકવચ ,દેખાવ વગેરે નું ખુબજ ધ્યાન રાખવામાં આવે છે .એ જ રીતે મકાન ને ચોમાસામાં ભેજ અને પાણીથી થતા સંભવિત નુકસાન થી બચાવવું એ પણ  મહત્વપૂર્ણ છે. એટલે જયારે નવું મકાન બાંધવામાં આવે કે રિનોવેશન કરવામાં આવે ત્યારે વોટરપૃફિંગ નું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ.

જેટલું ધ્યાન આપણે મકાન ના બાંધકામ માં વપરાતી ઈટ,રેતી,કપચી,સિમેન્ટ અને અન્ય   
રૉ -મટેરીઅલ માં રાખીએ છીએ તેના કરતા વધુ ધ્યાન આપણે ક્યાં પ્રસિદ્ધ અને જાણીતા બિલ્ડીંગ કોંટ્રાક્ટર પાસે મકાન બંધાવવું કે રીપેર કરાવવું તેના પાર વિશેષ ધ્યાન આપીએ છે. કારણ કે આવા બાહોશ એન્જીનીયર અને બિલ્ડીંગ કોંટ્રાક્ટર પાસે તમારા મકાન ના બાંધકામ માં કેવા મટીરીયલ નો  ઉપ્યોગ કરવો જોઈએ તેનું વધારે જ્ઞાન ધરાવતા હોય છે. અને તેઓ આ બાબતની ગેરંટી પણ આપતા હોય છે કેમકે ,તેમણે અગાઉ કરેલા કામ માં કઈ પ્રોડક્ટ કેટલે અંશે ઉપયોગી અને કારગત નીવડી હતી તેનો વિશાળ અનુભવ હોય છે.
એવી જ રીતે આપણે મકાન ના વોટરપ્રૂફિંગ કામ માટે પણ જાગૃત રેહવું જોઈએ.

ફક્ત બજારમાં જાહેરાતો કરીને પોતાની પ્રોડક્ટ્સ ખુબજ શ્રેષ્ઠ છે તેવું જણાવતી મોટી કંપનીઓ પર ભરોસો મુકવો જોઈએ નહિ. પરંતુ હાલના સમય માં વધુ પ્રસિદ્ધ અને જાણીતા વોટરપૃફિંગ કોન્ટ્રાકટર કે જેમનો  ડાઇરેક્ટ કોન્ટેક્ટ થઇ શકતો હોય, જેમના વિષે તમને સારા અભિપ્રાય જાણવા મળ્યા હોય, જેમને ઘણી મોટી બિલ્ડીંગો, સોસાયટીઓ અને કોમર્શિયલ
બિલ્ડીંગો ના સફળ પ્રોજેક્ટો પુરા કરેલા હોય , આ લાઈન નો બહોળો અનુભવ ધરાવતા હોય. તેવા જાણીતા વોટરપૃફિંગ કોન્ટ્રાકટર ને જ આ કામ સોપવું જોઈએ.

ક્યારે વોટરપૃફિંગ કરાવવું પડે છે ?

ચોમાસા દરમિયાન  વરસાદી પાણી ધાબા પરથી લીક થઈને સીલીંગ અને દીવાલો માં  ભેજ સ્વરૂપે દેખાઈ અથવા પાણી ટપકે ત્યારે  ધાબા ને વોટરપૃફિંગ ની જરૂરિયાત છે તેમ કહી શકાય  .

ચોમાસા દરમ્યાન ધાબા માં થી લીકેજ થતું પાણી ઘરને ઘણું નુકશાન કરે છે જેવું  કે,

  • 1  વાયરીંગ અને સ્વીચ બોર્ડ માં શોર્ટ સર્કીટ,પંખા,લાઈટ ,ટીવી ,ફ્રીજ ,જેવા ઉપકરણો  બગડી જવા કે તેમાંથી ભારે કરંટ  લાગવો .
  • 2  દર ચોમાસા માં થોડો થોડો ભેજ લાગવાથી સીલીન્ગનું  પ્લાસ્ટર નબળું પડી જતાં  કોઈક વખત અચાનક જ પ્લાસ્ટર નો મોટો ટુકડો તૂટી પડતા નાનો-મોટો અકસ્માત. થઈ શકે છે
  • 3  દિવાલોમાં ઉતરતા ભેજને લીધે કલરકામ અને  પ્લાસ્ટર ને તો નુકશાન થાય છે જ, પરંતુ, તેના  કરતા પણ ગંભીર બાબત એ  છે કે ,દિવાલો માં ઉતરેલું  પાણી સુકાતા ઘણો લાંબો સમય લાગે છે તેને કારણે પ્લાસ્ટર તથા કલરકામ ની પોપડીઓ પાછળ  સુક્ષ્મ જીવાત અને બેક્ટેરિયા ઉત્પન થવાથી તમારા પરિવાર નું સ્વાસ્થ્ય જોખમાય છે.